Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય MSMEમંત્રીશ્રી નારાયણ રાણેએ પૂણેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કર્યું

ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IWG)ની પ્રથમ મીટિંગ 16 જાન્યુઆરીના રોજ પુણેમાં યોજાઇ હતી. કેન્દ્રીય MSMEમંત્રીશ્રી નારાયણ રાણેએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને આ બે દિવસીય મીટિંગના ઉદ્ઘાટન સમારોહમાં પ્રારંભિક ઉદ્બોધન કર્યું. મીટિંગના પ્રથમ દિવસે ત્રણ સત્રો અને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એàª
કેન્દ્રીય msmeમંત્રીશ્રી નારાયણ રાણેએ પૂણેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કર્યું
ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IWG)ની પ્રથમ મીટિંગ 16 જાન્યુઆરીના રોજ પુણેમાં યોજાઇ હતી. કેન્દ્રીય MSMEમંત્રીશ્રી નારાયણ રાણેએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને આ બે દિવસીય મીટિંગના ઉદ્ઘાટન સમારોહમાં પ્રારંભિક ઉદ્બોધન કર્યું. મીટિંગના પ્રથમ દિવસે ત્રણ સત્રો અને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્ડા 2023 પર ચર્ચા કરવા માટે IWGના સભ્ય દેશો અને અતિથિ દેશો તેમજ ભારત દ્વારા આમંત્રિત કરાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ હાજરી આપી હતી. ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ તેમજ સહ-અધ્યક્ષ તરીકે ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ દ્વારા IWG મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહી છે : નારાયણ રાણે
પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં G-20 પ્રતિનિધિઓનું સ્વાગત કરતા શ્રીનારાયણ રાણેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલો વિશે વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે  G-20એ લાંબા ગાળાના અને સસ્ટેનેબલ આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સંગઠન છે. તેમણે કહ્યું, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને પુણેમાં આયોજિત આ સંમેલન દેશની પ્રગતિના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉચ્ચ સ્તરીય વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
મીટિંગ દરમિયાન ફાઇનાન્સિંગ સીટીઝ ફોર ફ્યુચર પર એક ઉચ્ચ સ્તરીય વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં, ભવિષ્યના શહેરોના નિર્માણ માટે ટેક્નિકલ અને વ્યવસ્થાપક ક્ષમતાઓને સંબંધિત વિષયો, આગામી શહેરોની વધતી જતી ખાનગી ધિરાણ અને નાણાકીય ક્ષમતાની જરૂરિયાતો પર રોકાણકારોના મંતવ્યો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકો અને ચર્ચાઓ ઉપરાંત, જી20 પ્રતિનિધિઓ માટે આયોજિત પ્રદર્શનમાં મહારાષ્ટ્રના સ્થાનિક હસ્તકલા, કાપડ, હાથબનાવટના ઉત્પાદનો ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિઓ પુણેના આતિથ્ય અને સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. 
શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન અને મોડલ G-20 ડિસ્કશન્સનો સમાવેશ થાય છે.
G-20 મીટિંગ પૂર્વે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુણે શહેરના અન્ય સ્ટેકહોલ્ડર્સ દ્વારા સંખ્યાબંધ જન-ભાગીદારી પહેલ કરવામાં આવી હતી, જેમાં G-20 પર લેક્ચર્સ, ‘શહેરોને ભવિષ્ય માટે તૈયાર કરવા અને શહેરી વિકાસનું મહત્વ પર સેમિનાર, જી20 સાયક્લોથોન, રાષ્ટ્રીય યુવા દિવસ પર મોટરબાઇક રેલી, શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન અને મોડલ G-20 ડિસ્કશન્સનો સમાવેશ થાય છે. આ પહેલોનો હેતુ, G-20 મીટિંગની આસપાસ થતી સમગ્ર ચર્ચાઓમાં જીવનના તમામ ક્ષેત્રના લોકોને સામેલ કરવાનો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.